‘લાલો’એ ઇતિહાસ રચ્ચો, રૂ.100 કરોડની કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ
અંકિત સાખિયાની ફિલ્મ ‘લાલો-શ્રીકૃષ્ણ સદા સહાયતે’એ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં મોટી હલચલ મચાવી છે. આશરે રૂ.50 લાખના સામાન્ય બજેટમાં બનેલી આ ગુજરાતી ફિલ્મે દર્શકોને ઘેલુ લગાડ્યું છે અને તે
રૂ.100 કરોડની કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. સાતમાં સપ્તાહમાં ભારતમાં આ ફિલ્મની કમાણી રૂ.95.25 કરોડ થઈ હતી. આ ઉપરાંત વિદેશી માર્કેટમાંથી પણ રૂ.5.50 કરોડની કમાણી કરી હતી.